Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા

અમરેલી જિલ્લા - તાલુકા શ્રેષ્‍ઠ શિક્ષક પારિતોષિક વિતરણ

લીલીયા તા. ૬ :.. અમરેલી પોલીસ તાલીમ ભવન ખાતે જીલ્લા - તાલુકા શ્રેષ્‍ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ ગુજરાત મ્‍યુનીસીપલ ફાઇનાન્‍સ બોર્ડ અધ્‍યક્ષ ધનસુખભાઇ ભંડરીની અધ્‍યક્ષતામાં  યોજાય ગયો હતો.

આ તકે સૌ પ્રથમ ધનસુખભાઇ ભંડેરી, સાંસદ નારાણભાઇ કાછડીયા, જીલ્લા ાભાજપ પ્રમુખ હિરેન હીરપરા, જિ. શિ. અધિકારી પ્રજાપતિ, જાદવ સહિતના મહાનુભાવો હસ્‍તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમનો પ્રારંભ કરેલ. બાદમાં પ્રતિભા શાળાના વિદ્યાર્થીઓ અને શ્રેષ્‍ઠ શિક્ષકોને પારિતોષિક અર્પણ કરી સન્‍માનીત કરેલ. આ તકે મોટી સંખ્‍યામાં અગ્રણીઓ શિક્ષકો આચાર્યો ઉપસ્‍થિત રહેલ હતાં.

(1:21 pm IST)