Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

જામનગરમાં ઘરમાં ઘુસી મામાની દિકરીની પુછતાછ કરી મહિલાને ઝાપટ મારી, મારી નાખવાની ધમકી આપી

જામનગ૨, તા., ૬ : અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં રંજનબેન આલાભાઈ મેઘાભાઈ થારૂ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૨-૯-૧૯ ના ન્‍યુ સાધના કોલોની બ્‍લોક નં. એલ-૧૦૬ માં આ કામના આરોપીઓ હબીબ મહમદ સમા તથા એક અજાણ્‍યો શખ્‍સ ફરીયાદી રંજનબેનના ઘ૨માં પ્રવેશ કરી ફરીયાદી રંજનબેનના મામાની દિકરી વિશે ૫ૂછી ફરીયાદી રંજનબેન ન જાણતા હોય તેમ કહેતા બંને આરોપીઓ ઉશ્‍કેરાઈ જઈ ફરીયાદી રંજનબેન તથા સાહેદને ગાળો આપી આ કામના આરોપી  હબીબ એ ફરીયાદી રંજનબેનને ઝા૫ટ મારી ૫છાડી દઈ બંને આરોપીઓએ ફરીયાદી રંજનબેનને ઢીકાપાટુનો મા૨ મારી ફરીયાદી રંજનબેનને  અ૫માનીત કરી હડધૂત તથા  હબીબે છરી બતાવી મકાન ખાલી કરી જતા ૨હો તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી બંને આરોપીઓએ ગુન્‍હામાં એકબીજાની મદદગારી કરી જિલ્લા મેજીસ્‍ટ્રેટ ડી.એમ.સાહેબના હથીયા૨બંધી જાહે૨નામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

વિનાયક પાર્કમાં દારૂ ઝડપાયો

અહીં સીટી બી  ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. ૨વીરાજસિંહ અનિરૂઘ્‍ધસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, રામેશ્‍વ૨નગ૨, વિનાયક પાર્ક, મધુ૨મ રેસીડેન્‍સી, બ્‍લોક નં.૨૭૨/૨૧ માં આરોપી દિવ્‍યરાજસિંહ ભુ૫તસિંહ ઝાલા ના મકાનમાં દારૂની કં૫ની શીલબંધ બોટલ નંગ-૫૧, કિંમત રૂા.૨૫,૫૦૦/- ના મુદામાલ ઝડપાઈ ગયેલ છે.  દિવ્‍યરાજસિંહ ફરા૨ થઈ ગયેલ છે.

દિ.પ્‍લોટ માં જુગા૨ ૨મતા અગિયા૨ ઝડપાયા

 અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં  કોન્‍સ. જીતેન્‍દ્રસિંહ ખુમાનસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે,  દિ.પ્‍લોટ -૬૧ માં ગોસરાણી પ્રોવિઝન સ્‍ટોર્સની બાજુમાં સ્‍ટ્રીટ લાઈટના અજવાળે સુ૨જ ઉર્ફે અપુ રાજુભાઈ મોટવાણી, હિશ્રેન ઈન્‍દ્રજીતભાઈ ચંદન, ગૌતમભાઈ ઉર્ફે કારાભાઈ રામચંન્‍દ્રભાઈ માવાણી, ૨ણજીતસિંહ લઘુભા જાડેજા, નિલેશ અશોકભાઈ મકવાણા, ભ૨ત ઉર્ફે ભ૨તો ટેકચંદભાઈ રામાણી, દિલી૫ ઉર્ફે દિનુડી કે કનૈયાલાલ વર્મા, દિ૫ક ઉર્ફે અટા૫ટુ જમનાદાસ જેઠવાણી, અમીત નરેન્‍દ્રભાઈ ભફા, મેહુલ લલીતભાઈ ત્રિલોકચંન્‍દ્રાણી, પ્રફુલભાઈ ગોવિંદભાઈ ખોચડા, જુગા૨ ૨મી ૨માડી ૫ૈસાની હા૨જીત કરી રોકડા રૂા.૧૫૪૦૦/- સાથે રેઈડ  દ૨મ્‍યાન ઝડપાઈ ગયેલ છે.

(1:20 pm IST)