Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

કબડ્ડી ચેસ સ્પર્ધા જેતપુરમાં યોજાઈ

નવાગઢ, તા.૬:'રમશે ગુજરાત, જીતશે ગુજરાત' ના નારા સાથે પેઢલામાં આવેલઙ્ગ SPVSઙ્ગ કેમ્પસના મેદાનમાં કબડ્ડી સ્પર્ધા તેમજ ચેસ સ્પર્ધા યોજાઈ હતી.

જેમાં કબડ્ડી ઓપન ભાઈઓમાં SPVS, ધવલ ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ હોસ્ટેલ, ઓપન બહેનોમાં સરદાર પટેલ કેળવણી છાત્રાલયની ટીમ વિજેતા થઈ હતી.

અન્ડર-૧૭ ભાઈઓમાં લ્ભ્સ્લ્ તેમજ સ્પેસ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ વિજેતા થઇ હતી. અન્ડર-૧૭ બહેનોમાં ધવલ ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ હોસ્ટેલની બહેનોનો વિજય થયો હતો.

અન્ડર-૧૪ ભાઇઓમાં યેલો સ્કૂલ તેમજ કેન્દ્રીય સ્કૂલનો વિજય થયો હતો. અન્ડર-૧૪ બહેનોમાં ધવલ ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ હોસ્ટેલની બહેનોનો વિજય થયો હતો.

જેતપુર તાલુકા રમતગમત કન્વીનર કે.એસ.અકબરી, સહ કન્વીનર મિતેષ ચૌહાણ, પૂર્વ કન્વીનર જે.એસ.પરમાર, ડો. રવી સરવૈયા, કેનિલ દુધાત્રા, દિવ્યેશ ગાગલીયા, મનીષ આંબલિયા, પ્રફુલ્લ પરમાર તેમજ અન્ય સ્કૂલોમાંથી આવેલા રમતગમતના શિક્ષકો સમગ્ર સ્પર્ધાને સફળ બનાવવા મહેનત ઊઠાવી હતી.ઙ્ગ

વિજેતા થયેલ અને રનરઅપ થયેલ દરેક કેટેગરીની ટીમો જીલ્લા કક્ષાએ જેતપુર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.

વિજેતા થયેલ ટીમોને જેતપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેન તેમજ SPVS કેમ્પસ, ધવલ સ્કૂલના ટ્રસ્ટી દિનેશભાઈ ભુવાએ હાજરી આપી અને ખેલાડીઓને અભિનંદન પાઠવેલ હતા.

(1:19 pm IST)