Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

જુનાગઢ જિલ્લામાં મેઘરાજાનો વિરામ

જુનાગઢ,તા.૬: જુનાગઢ જિલ્લામાં આજે સવારથી મેઘરાજાએ એકદંરે વિરામ રાખ્યો છે.

સવારે થુરા થયેલા ૨૪ કલાક દરમ્યાન સોરઠમાં કુલ ૩૯૧ મીમી એટલે કે ૧૬ ઇંચ વરસાદ નોંધાયો હતો. જેમાં માંગરોળમાં ૮૩ મીમી અને જુનાગઢમાં ૩૪ મીમી નોંધપાત્ર વરસાદ રહ્યો હતો.

આજે સવારથી મેઘરાજાએ બ્રેક લગાવવાની સાથે રાહત આપી છે. સવારે ૧૦ વાગ્યા સુધીમાં વરસાદના સમાચાર નથી.

(1:18 pm IST)