Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ધોરાજી નજીકનો ભાદર-૨ ડેમ ઓવરફલોઃ૩૭ ગામોના લોકોને એલર્ટ કરાયા

ધોરાજી,તા.૬: રાજકોટમાં ભાદર-૨ ઓવરફલો થયોછે. જેને લઇ ૩૭ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જ્યારે લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપી દેવાઇ છે અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરી દેવામાંૅ આવ્યા છે.

ધોરાજી તાલુકાના ૪ ગામોને એલર્ટ કરાયા છે. જેમાં ભોળા,ખ ભોળ ગામડા,છાડવાવદર, સુપેડી ગામને એલર્ટ કરાયા છે. આ ઉપરાંત ઉપલેટાના ૧૫ ગામ, કુતિયાણાના ૧૦ ગામ અને  પોરબંદરના ૪ ગામને એલર્ટ કરાયા છે.

ભારે વરસાદના કારણે ડુમિયાણા, ચીખલીયા,સમઢીયાળા, ગણોદ, ભીમોરા, તલગણાં ગામને એલર્ટ કર્યા છે. ઉપરાંત નિલાખા, લાઠ, મજેઠી ગામને એલર્ટ કરી દેવાયા છે. તો માણાવદરના ૪ ગામને પણ એલર્ટ કરાયા છે.

વેકરી, ચીખલોદ્ર, બીલડી, વાડાસડા ગામને એલર્ટ કરાયા છે.ઉપરાંત રોધડા, ચૌટા, માંડવા ગામને પણ સૂચના આપી દેવાઇ છે. જ્યારે ગેરેજ, ચીકાશા, નવી બંદર,મિત્રળા ગામને પણ એલર્ટ કરી દેવાયા છે.

હવામાન વિભાગે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરી છે. તે પ્રમાણે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારો વરસાદ થયો છે. રાજકોટ, જુનાગઢ, ભાવનગર, અમરેલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ થયો છે. જેમાં રાજકોટ જિલ્લા અને શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં મેઘમહેર મળી છે.

ધોરાજીનો ભાદર ૨ ડેમ ઓવર ફ્લો ધોરાજી ઉપલેટા માણાવદર ગામના ૫૨ ગામોને પીવાનું અને સિંચાઈ માટે પાણી પૂરું પડતા ભાદર ૨ ઓવર ફ્લો થતા લોકો માં હર્ષની લાગણી ફેલાઇ છે.

ભાદર ૨ ના કુલ ત્રણ દરવાજા દોઢ ફૂટ સુધી ખોલવામાં આવ્યા ૬૨૨૨ કયુસેક પાણી ની આવક સામે ૬૨૨૨ કયુસેક પાણી ની જાવક થઇ રહી છે.

(1:17 pm IST)