Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

જામનગર જીલ્લાના ૮ ડેમ ઓવર ફલો

જામનગર તા ૬  : જામનગર શહેર અને જિલ્લામાં પણ સતત ધોધમાર વરસાદ વરસી રહયો છે, ભારે વરસાદ થતાં જામનગર જિલ્લાના ૮ ડેમ ઓવર ફલો થયા છે. પન્ના,  ફોફળ-૨, ઉંડ-ર,૩,૪, રંગમતી, કંકાવતી અને વોડીસંગ ડેમ ઓવરફલો થયો છે.

ઉપરવાસમાં સતત વરસાદ થતા બાલંભડી, ઉમિયાસાગર, આજી-૪ અને ફુલજરમાં પાણીની આવક થઇ રહી છે. જામનગરની જીવાદોરી સમા રણજીત સાગર ડેમમાં પણ પાણીની આવક થઇ રહી છે. હાલમાં ડેમમાં ૩ ફૂટ નવા નીરની આવક થઇ છે. પાણીની આવક થતા ડેમની સપાટી વધીને ૨૦ ફૂટે  પહોંચી છે.

(1:16 pm IST)