Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

પર્યાવરણમિત્ર ગણપતિનું નિર્માણ ધ્રોળ વીમેન સાયન્‍સ કલબની બહેનોએ કર્યુ

ધ્રોલઃ ગુજકોસ્‍ટ, ગાંધીનગર પ્રેરિત શ્રીએમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્‍દ્ર,ધ્રોલ  દ્વારા શ્રીએમ.ડી.મહેતા મહિલા મંડળ, ધ્રોલને સાથે રાખી ધ્રોલની સ્‍થાનિક બહેનોમાં વર્ષમાં આવતા તહેવારોને ઉજવણી ઇકો ફ્રેન્‍ડલી રીતે કરતા થાય, પર્યાવરણમિત્ર બને, પર્યાવરણની જાળવણી કરતા થાય અને આ સંદેશ સ્‍થાનિક વિસ્‍તારમાં ફેલાય તે ઉદેશથી વીમેન સાયન્‍સ કલબની બહેનો માટે ‘‘ઇકો ફ્રેન્‍ડલી (માટીનાં) ગણેશ બનાટ'' કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ.જેમાં સામેલ તમામ બહેનોને ઇકો ફ્રેન્‍ડલી ગણેશ શા માટે? તે અંગેની વિશદ્દ છણાવટ કેન્‍દ્રના સંજય પંડયાએ કરેલ. મૂર્તિ બનાવવાના કારિગર મહેશ સોલંકી અને રોહિતભાઇએ માટીનાં ગણેશ બનાવવા માટેની સામગ્રી, કઇ રીતે બનાવવી? તેઓ આકાર, પર્યાવરણમિત્ર બને તેની તાલિમ આપી. સામેલ બહેનોને જૂથમાં બેસાડીને ઇકો ફ્રેન્‍ડલી ગણેશ બનાવવાની તાલિમ આપવામાં આવી. કાર્યશાળાને અંતે ગણપતિની આકર્ષક મૂર્તિ અવનવા રંગો પુરી તૈયાર કરી. રસ ધરાવનાર મહિલા મંડળ કે બહેનો સામેલ થવા કેન્‍દ્રનો ૯૯૭૯૨ ૪૧૧૦૦ (સંજય પંડયા)નો સંપર્ક કરી શકે તે યાદી સંસ્‍થાના સેક્રેટરી સુધાબેન ખંઢેરિયાએ પાઠવેલ છે.

(1:16 pm IST)