Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ફલ્લામાં પાંચ ઇંચ વરસાદ કંકાવટી ડેમના દરવાજા ખોલાયાઃ બારાડી ગામનો પુલ તુટયો

ફલ્લા તા. ૬ : ગઇકાલે જામનગર તાલુકાના ફલ્લા ગામે ફરી મેઘો મહેરબાન થયો હોય તેમ દિવસ દરમિયાન હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો અહી દિવસ દરમિયાન પાંચ ઇંચ વરસાદ પડયો હતો. ભારે વરસાદને કારણે ફલ્લાના કંકાવટી ડેમમાં ભારે પાણીની આવક થતાં કંકાવટી ડેમ આ સીઝનમાં ચોથી વખત ઓવરફલો થયો હતો નદી,નાળા તથા ચેક ડેમો છલકાય ગયા છે કંકાવટી ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા હતા.

બારાડી ગામનો પુલ ત્રણ દિવસ પુર્વે તુટી ગયો હતો જેને હીસાબે ગામ સંપર્ક વિહોણું બન્યુ હતું તંત્ર દ્વારા કામચલાઉ મરામત પણ કરવામાં આવી હતી. ટેમ્પરરી ટ્રેકટરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ આજે કંકાવટી ડેમમાંથી પાણી છોડાતા ફરી પુલ તુટી ગયો હતો અને ફરી બારાડી ગામના લોકો સંપર્કો વિહોણા બન્યા હતા.

(1:16 pm IST)