Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

મૂળીના સરા સરલા કરશનગઢ પ્રા.શાળાઓમા શિક્ષકદિન ની ઉજવણી

વઢવાણ તા.૦૬: સરાગામે આવેલ મા અને ઉ.મા શાળા કન્‍યાશાળા પે.સે.કુમાર શાળામા ડો સર્વપલ્લી રાધાકળષ્‍ણના જન્‍મ દિનની યાદમા શિક્ષક દિન ની ઉજવણી ના ભાગરૂપે શાળાના ૩૮ જેટલા વિદ્યાર્થીઓએ એક દિવસ શિક્ષક બની શૈક્ષણીક કાર્ય સંભાળેલ હતુ જેમા નિધિ પરમારે આચાર્યની ભુમિકા નિભાવી હતી . શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ રજુ કરેલ હતા અંતમા શિક્ષકો સાથે અલ્‍પહાર લઇ આનંદ માણ્‍યો હતો

શાળાના આચાર્ય કમલેશભાઇએ દરેક વિદ્યાર્થીઓની  શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રોત્‍સાહિત કરેલ  સંચાલન શૈલેષભાઇ ત્રિવેદી અને મનસુખભાઇ નાધેરે કરેલ હતુ.

સરલા ગામે આવેલ સરકારી ઉ.મા શાળાના શિક્ષક આર એમ ડોડીયાના માર્ગદર્શન હેઠળ શિક્ષકદિનની ઉજવણી કરતા વિદ્યાર્થીઓએ શિક્ષક દેવો ભવ એમ શિક્ષકોનુ સન્‍માન કરી ધો.૧૧-૧૨ ના વિદ્યાર્થીઓએ સ્‍વયં શિક્ષક બની શૈક્ષણીક કાર્ય કરેલ હતુ જેમા મનિષાબેન પરમારે આચાર્યની ભુમિકા નિભાવી હતી શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ શિક્ષક નુ મહત્‍વ સમજાવતા ચોટદાર પ્રતિભાવ આપેલ હતા કરશનગઢ ગ્રામ્‍ય વિસ્‍તારની પ્રા.શાળાના આચાર્ય ધનશ્‍યામભાઇ કોરવાડિયાએ વિદ્યાર્થીઓને ડો.સર્વપલ્લી રાધાકળષ્‍ણ ના જીવન ચરિત્ર વિશે  સમજ આપી હતી શાળના વિદ્યાર્થીઓએ શિક્ષકની ભુમિકા ઉત્‍સાહ ભેર ભજવી હતી

(1:14 pm IST)