Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ટંકારાના બંગાવડી ગામેપેટા આરોગ્‍ય કેન્‍દ્ર બંધ

ટંકારા, તા., ૬: બંગાવડી ગામે આવેલ પેટા સેવા આરોગ્‍ય કેન્‍દ્ર ગુરૂવારે બંધ રહેલ. આરોગ્‍ય કેન્‍દ્રને અલીગઢી તાળા હતા.

સરકાર દ્વારા ભારે વરસાદની આગાહીના પગલે તંત્રને એલર્ટ રહેવાની જાણ કરાયેલ. ટંકારામાં પાણી અધિકારી, મામલતદાર સહીતનો સ્‍ટાફ એલર્ટ થઇ હાજર હતો.

પરંતુ બંગાવડી ગામે પેટા આરોગ્‍ય કેન્‍દ્રમાં એક પણ કર્મચારી ફરકેલ નહી. આરોગ્‍ય કેન્‍દ્રને તાળા જ રહેલ. અનેક દર્દીઓ દવા સારવાર માટે આવેલ. પરંતુ ધરમ ધક્કો થયેલ અને ખાનગી દવાખાનામાં સારવાર લેવી પડેલ.

શિક્ષક દિન હતો. પરંતુ સરકાર દ્વારા જાહેર રજા જાહેર કરાયેલ ન હતી.

આમ પેટા આરોગ્‍ય કેન્‍દ્ર બંગાવડીના સ્‍ટાફ ઘેર હાજર રહેલ. સ્‍ટાફે  પગલા લેવાની દર્દીઓની માંગણી ઉઠેલ છે.

(1:13 pm IST)