Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

કલ્‍યાણપુરના આસોટામાં આભ ફાટયુ : એક કલાકમાં ૧૦ ઇંચ

પશુઓ, વાહનો તણાયાઃ દુકાનો-ઘરોમાં પાણી ઘુસ્‍યાઃ ખેતરો બન્‍યા તળાવઃ આહિર સમાજવાળી દિવાલ ધરાશાયી

ખંભાળીયાઃ મોટા આસોટામાં ૧૦ ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી -પાણી થઇ ગયુંહતું જે તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીર-અહેવાલ કૌશલ સવજાણી-ખંભાળીયા)

ખંભાળીયા તા.૬: દ્વારકા જિલ્લાના કલ્‍યાણપુર તાલુકાના મોટા આસોટામાં આભ ફાટયું હતુ અને એક જ કલાકમાં અનરાધાર ૧૦  ઇંચ વરસાદ પડયો હતો.

ગામમાં ક્‍યારેય પાણી આવતું નહિ પણ એક કલાકમાં પડેલા વરસાદના કારણે ગામની બજારોમાં નદી વહેતી થઇ હતી ખેડૂતોના ગાડા તણાઇ ગયા બજારમાં રાખેલા વાહનો પણ તણાયા હતા ભેંસો, બાઇક, મોટરકાર તણાયા આહીર સમાજ વાળીની દીવાલ પણ ધરાયશી થઇ હતી. ગામમાં લોકોના ઘરમાં દુકાનોમાં પાણી ભરાયા ગયા હતા.

દેવભૂમી જિલ્લામાં વ્‍યાપક વરસાદ થતાં વિવિત્ર રીતે વરસાદ પડતો હોય આજે વહેલી સવારે ૬ાા વાગ્‍યાથી દેવ ભૂમિ દ્વારકા જિલ્લાના મોટા આસોરા ગામે એક કલાકમાં મુશળધાર વરસાદ પડતા ખેતરો પાણીથી તરબોળ થઇ ગયા હતા.

ભારે વરસાદના કારણે રસ્‍તાપર પાણી પહોંચી ગયા હતા તો ગામના તમામ તળાવ, ચેકડેમો એકજ વરસાદમાં ચિક્કાર થઇ ગયા હતા.

મોટા આસોટા શાળાના આચાર્ય જગમાલભાઇ ભેટારિયા તથા હેતલભાઇ બોડીએ જણાવ્‍યું હતું કે આજે સવારે ૧ કલાકમાં ૧૦ વરસાદ પડતા સર્વત્ર પાણીપાણી થઇ ગયું હતું તથા એક કલાકમાં મૂશળધાર આવો વરસાદ કયારેય પડયો ન હોય ગ્રામ જનોમાં ભયની લાગણી ફેલાઇ હતી તથા ખેતરોમાં પાણીના નીકળી શકે તેવો વરસાદ પડયો હતો.

અગાઉ થોડો વરસાદ પડેલો પણ એક સાથે એક કલાકમાં ૧૦ ઇંચ વરસાદથી સમગ્ર વિસ્‍તારનું વાતાવરણ પલટાઇ ગયું છે. જીલ્લાના ભાણવડ વિસ્‍તારમાં ગઇકાલની અત્‍યારસુધીમાં બે ઇંચ વરસાદ પડયો હતો ત્‍યારે ગઇકાલના આગલા દિવસે પણ સવાબે ઇંચ વરસાદ પડયો હતો બે દિવસમાં સવાચાર ઇંચ વરસાદના પગલે ગઇકાલે પ્રથમ વખત ભાણવડની નદીમાં પાણી વહેલતું જતા પુર આવ્‍યું હતું તો બરડા ડુંગરમાં પણ વ્‍યાપક વરસાદથી પાણી વહેતા થયા હતા.

ભાણવડ તાલુકાનો કળાકા ડેમ તેની તમતાના ૭પ ટકા ઉપરાંત ભરાઇ ગયો હોય અધિક કલેકટર પટેલ દ્વારા કળટકડેમની આસપાસના કળટડા તોરીયા, તથા ફોટડી ગ્રામજનોને નદીના પટમાં અવર જવારના કરવા સુચના અપાઇ છે. તો ભાણવડ તાલુકાનો વેરાડી-૧ ડેમ તેની તમામના ત્‍યાં જેટલો ભરાઇ ગયો હોય આ ડેમની હેઠવાસના ગામો વેરાડ તથા સઇ દેવળિયાના લોકોને નદીના પટમાં અવર જવરના કરાવવા જણાવ્‍યું છ.ે

ખંભાળિયા તાલુકામાં આ વર્ષે વરસાદે રેકોર્ડ કર્યોછે ર૪ ઇંચ વરસાદ ૬૦૮ મીલી. આજે ટોટળ થયો પણ તાલુકાના ડેમ ધી ડેમ અને સિંહણ ડેમ હજુ પણ ખાલીજ છે !! કદાચ આટલા વરસાદમાં ડેમ ખાલી હોયતેવા ગામમાં ગુજરાત ખંભાળિયાનો રેકોર્ડ હશે.

(3:18 pm IST)