Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

મોટી મોલડીમાં પૂલનું કામ અધુરૂ : લોકોને પારાવાર પરેશાની

રાજકોટ : સુરેન્દ્રનગર જિલ્લાના મોટી મોલડી ગામે છેલ્લા બે વર્ષથી પુલનું કામ અધુરૂ છે. સંગત રસ્તો પીપળીયા, ઝીંઝુડા, ચિરોડા, બોરીયા, ચામુંડાનગર, મોટી મોલડીને જોડે છે. આ રસ્તા પરથી દરરોજ ૪ થી પ હજાર લોકોની અવર જવર રહે છે. તંત્રની બેદરકારીના કારણે પુલનું કામ આગળ વધતુ ન હોય લોકોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડે છે. વહેલી તકે આ પુલનું કામ પૂર્ણ કરવા મોટી મોલડીના સરપંચ ઘુઘાભાઇ જૈતાભાઇ અને રીપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયાના ઇન્દ્રજીત પરમારે માંગણી ઉઠાવી છે.

(12:30 pm IST)