Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ગારીયાધારના આશાવર્કર બહેનો દ્વારા મામલતદારને આવેદન

વર્ષોથી વિવિધ પડતર માંગણીઓ ઉકેલવા પર ભાર મુકયો

ગારીયાધાર તા.૬: ગારીયાધાર તાલુકામાં કામ કરતી આશાવર્કરો અને ફેસીલીએટરો દ્વારા પગાર અને વિવિધ માંગણીઓ સાથે ગારીયાધાર મામલતદારને આવેદનપત્ર પાઠવાયુ હતું.

જે આવેદનપત્રમાં ફેસીલીએટરો બહેનોને ગુજરાત સરકાર ફંડમાંથી ર૦૦૦ વધારો કરવાની ૧ એપ્રીલથી જાહેરાત કરવા છતાં ઠરાવની સ્પષ્ટતાના કારણે ચુકવાતા નથી જે ચુકવવા બાબતે તેમજ આશા વર્કરોને અન્ય રાજયો આંધ્રપ્રદેશ અને હરીયાણા જેમ ફિકસ પગારો અને ઇ.એસ.આઇ. સાઇકલ વિગેરે સુવિધાની માંગણી કરવામાં આવી છે.  તેમજ ઇન્સેટીવની કામગીરીના ચુકવાતા નાણાના દરો ખુબ ઓછા હોવાથી તેના દરો વધારવાની માંગણી સાથે આશાવર્કરો અને ફેસીલીએટરો દ્વારા આવેદનપત્ર સાથે માંગણીઓ ગારીયાધાર મામલતદારને કરવામાં આવી હતી.

(12:24 pm IST)