Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ઉપલેટા - ધોરાજી પંથકમાં ખેડૂતોને ઘર બેઠા માહિતી મળી રહે તે માટે લલિતભાઇ વસોયાના હસ્તે રાસી C-4 રથ કેમ્પેનિંગનો પ્રારંભ

ઉપલેટા તા.૦૬: ભારતની નંબર વન બિયારણ બનાવતી કંપની રાસી સીડ્સ હમેશા ખેડૂતોની સાથે કપાસમાં આવતી રોગ જીવાતો અને પોષકતત્વોની જણકારી માટે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં અનેક એન જી ઓ કામ કરી રહી છે ગુજરાત ખેતીવાડી ખાતું કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ ખેડૂતોને ઘર બેઠા માહિતી મળી રહે તે માટે ઉપલેટા ધોરાજી વિસ્તારમાં ગામડે ગામડે ફરી માર્ગદર્શન માટે રાસી સીડ્સ દ્વારા એક 'વાન કેમ્પેનિંગ' નું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે..

આ યાત્રાનો શુભ પ્રારંભ આજે ઋષિ પંચમીના દિવસે ઉપલેટાના ધારાસભ્ય  લલિતભાઈ વસોયાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય લલિતભાઈ વસોયા ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ  લાખાભાઈ ડાંગર શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ ઉપલેટા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ મકવાણા ઉપલેટાના વેપારી મિત્રો જેમાં કિશાન એગ્રો વાળા રાજુભાઈ પટેલ તથા સુરેશભાઈ પટેલ તથા અન્ય મિત્રોએ હાજરી આપી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાસી કંપનીના પ્રતિનિધિ અને તાલુકા પંચાયતના સદસ્ય  રામશીભાઇ ખોડભાયા દ્વારા કરવામાં આવ્યું હતું

(12:23 pm IST)