Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

રાજકોટ જિલ્લા ભાજપ સરપંચ અધિકારીપદે પ્રવિણભાઇ માકડીયાની વરણી

ઉપલેટા તા.૬ : ચાર ચાર ટર્મ સુધી ચુંટાયેલા પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયા છેલ્લા બે અઢી માસથી વિદેશ પ્રવાસે ગયેલ હોય તેઓ પરત આવતા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ તેમને ભાજપ સંગઠન પર્વના રાજકોટ જીલ્લાના સહય સંચયના અધિકારી જેવા મહત્વના હોદ્દા નિમણુંક કરેલ છે.

આ નિમણુંકને જીલ્લાભરના ભાજપના આગેવાનો કાર્યકરોએ આવકારેલ છે અને જીલ્લા બેઠકમાં હાજર રહી તેમના ટેકેદારો આગેવાનો અને કાર્યકરોની સાથે જીલ્લામાં ફરીની સંગઠન મજબૂત થાય તેવા સઘન પ્રયત્નો હાથ ધરશે તેમ યાદીમાં જણાવેલ છે.

(12:22 pm IST)