Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ખૂનની ધમકી આપવાના કેસમાં આરોપીઓનો નિર્દોષ-છુટકારો

રાજકોટ, તા. ૬ : ઢીંકાપાટુનો મુંઢમાર મારી તથા છરી વડે જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ અદાલતે કર્યો હતો.

આ કામના આરોપીઓ મૂળ ફરીયાદી પ્રતિકભાઇ મુકેશભાઇ લીંબાણી રહે. રાજકોટ વાળા જયારે સને ર૦૧૬માં સંક્રાંતના અગાઉના દિવસે બપોરે આશરે ૧થી ર વાગ્યા વચ્ચે ગોંડલ રોડ પર આવેલ બોમ્બે હોટલ ચોક પાસે ફરીયાદી કે જેઓ નોકરીનો સમય પૂર્ણ થતા બાદ સ્પેલેન્ડર મો.સા. પર ઘરે જતા તે વખતે આ કામના આરોપીની ફ્રન્ટી અચાનક રોડ પર આવી જતા બ્રેક મારેલ હોય ત્યારે ફરીયાદીની ગાડીનું સ્લાઇસર ડીવાઇડને અડી જતા આ કામના આરોપી નં.૧ દાના કુવાડીયા તથા મેહુલ દાના કુવાડીયાએ ગાડીમાંથી બહાર આવીને ફરીયાદીને ઢીંકાપાટુનો માર મારવા લાગેલ, છરી કાઢીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ. આ કેસમાં આરોપીઓ તરફે રોકાયેલ વકીલશ્રી દલીલને ધયાને લઇ તેમજ ફરીયાદ પક્ષ પોતાનો કેસ નિઃશંકપણે પુરવાર કરી શકેલ નહિ જેથી અદાલતે આ કામના બન્ને આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે. આ કામમાં આરોપીઓ તરફે ધારાશાસ્ત્રી અજય એમ. ચૌહાણ તથા ડેનિશ જે. મહેતા એડવોકેટસ રોકાયેલ હતાં.

(12:19 pm IST)