Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

શાપર વેરાવળથી કેમીકલ્સયુકત પાણી છોડી દેવાતા ન્યારી નદીમાં ફીણ વળ્યા ઢોલરાના ગ્રામજનોમાં રોષ

શાપર વેરાવળ તા. ૬ : શાપર-વેરાવળમાં આ વખતે પણ વરસાદનો લાભ લઇ કેમિકલયુકત પાણી અને કચરો નદીમાં છોડતા ન્યારી નદી પ્રદુષિત બની છે આ પાણી ઢોલરા ગામે પહોંચી જતા ગ્રામજનો જોશે રોષેભરાય છે.

ઢોલરા ગામે ન્યારી નદીમાં રાતે વરસાદના કારણે પાણીની ખૂબ આવક થઇ હતી વરસાદની આ ભેટ લાછન લાગીયુ હોય નદીમાં કેમિકલ ભળતા ચારોતફર ફીણ વળી ગયા હતા આ પાણી ઢોલરા ગામથી થઇને ન્યારી ડેમ પહોંચે છે તેથી કેમિકલવાળુ પાણી રાજકોટ શહેરના પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત એવા ન્યારી નદીમાં ભળીયુ છે.

ઢોલરા ગામના સરપંચ ગીતાબેન બગથરીયા તેમજ ગ્રામજનો આક્રોશ જણાવ્યું હતું કે ઉપરવાસમાં શાપર વેરાવળ ઉદ્યોગીક વિસ્તારમાંથી વરસાદનો લાભ લઇ કેમિકલ યુકતપાણી ન્યારી નદીમાં છોડતા આ પાણી ઢોલરા ગામ પહોંચ્યું છે અને હવે ન્યારી ડેમમાં પીવાનું પાણી પણ બગાડશે? છેલ્લા ૧પ વર્ષથી આ રીતે દુષિત પાણી નદીમાં છોડી દેવાય છે. આ પાણી ઢોલરા ગામની જમીન ખરાબ થઇ છે અને તળમાં પણ પ્રદુષિત પહોચ્યું છે નદી હોવા છતા ખેડુતોને પીવા માટેનું પાણી ઘરેથી ભરીને લઇ જવું પડે છે. માલઢોર પણ આ પાણી પીતા નથી.

(12:16 pm IST)