Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ગોંડલ પંચનાથ કા રાજાનું ત્રિવેણી સંગમમાં વિર્સજન

ગોંડલ તા.૦૬:  ગોડલ માં પંચનાથ ગૃપ દ્વારા પંચનાથ કા રાજા ગણપતિ ઉત્સવ નુ ત્રણ દિવસ નુ આયોજન કરવામાં આવેલ જેમના અંતિમ દિવસે વાજતેગાજતે અબીલ ગુલાલ ની છોળો વચ્ચે વોરા કોટડા ગામે ત્રીવેણી સંગમ નદીએ વિસૅજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાજના સમુહપ્રસાદ નુ આયોજન કરવામાં આવેલ જેમાં જગ્યાની વ્યવસ્થા લલીતભાઈ આશરે કરી હતી રસોઈની સેવા વિરલ ખીલોસીયા એ આપી હતી ત્રણ દિવસ ના ઉત્સવ માં પરેશ મકવાણા કિશોર પટોળીયા અમર શીવનાણી જયેશ પાંધી સહિતનાએ જહેમત ઉઠાવી હતી જયારે તુલશીદાશ અડવાણી રાજીવ વરધાણી કેતન આશર  મોન્ટુ આશર હરેશ ગુજરાતી નિલેષ મહેતા સહિતના યુવાનોએ સેવા આપી ગણપતિ ઉત્સવ ને સફળ બનાવવા તનતોડ મહેનત કરી હતી.

(12:16 pm IST)