Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

મોરબી જીલ્લામાં શિક્ષકે દિને શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન

મોરબી,તા.૬:ભારતના મહાન શિક્ષણવિદ્દ ડો. સર્વોપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત મોરબી જિલ્લાનો શિક્ષક દિનનો સમારોહ યોજાયો હતો.

મોરબીના ટાઉન હોલ ખાતે આયોજિત શિક્ષક દિન સમારોહમાં ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના અધ્યક્ષ નરેન્દ્રભાઇ સોલંકી ઉપરાંત ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, લલિત કગથરા, પરષોતમભાઈ સાબરીયા, પૂર્વે ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા તેમજ જિલ્લા શિક્ષણાધિકારી બી. એમ. સોલંકી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર એસ. પારેખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજે શિક્ષક દિન નિમિતે શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપનાર જીલ્લાના છ શ્રેષ્ઠ શિક્ષકો પટેલ પ્રવીણકુમાર શંકરભાઈ, જાની દર્શનાબેન જીતેન્દ્રભાઈ, કાલરીયા રમેશભાઈ વલ્લભભાઈ, પટેલ કલ્પેશભાઈ હરજીભાઈ,પટેલ રાકેશભાઈ ડાયાભાઇ અને પટેલ હરમીતકુમાર જશવંતભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર રાજયમાં મોરબી જીલ્લો શિક્ષક ક્ષેત્રે ૧૧ માં ક્રમે રહ્યો હોય ત્યારે ઉપસ્થિત મહાનુભાવોએ જીલ્લાના અધિકારીઓને શુભકામનાઓ પાઠવી હતી અને શિક્ષણનું મહત્વ સમજાવીને ૨૧ મી સદીમાં દીકરા અને દીકરીઓ ભણીને ખુબ જ આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી હતી

ચાર શિક્ષકો કાયમી કરાયા

 આજે શિક્ષક દિવસ નિમિતે જીલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન ઉપરાંત જીલ્લામાં ફરજ બજાવતા ચાર શિક્ષકોને ફિકસ પગારમાંથી ફૂલ પગારમાં સમાવવા માટેના આદેશનું વિતરણ પણ સમારોહ દરમિયાન કરવામાં આવ્યું હતું અને શિક્ષક દિન નિમિતે ચાર શિક્ષકોને રાજય સરકારની ભેટ મળી હતી .

(12:15 pm IST)