Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ઘોઘા તાબાના પીથલપુર-ઓદરકા ગામેથી ત્રણ બાળકોને ઉઠાવી જનાર ગેંગ બાબતે તપાસ

ભાવનગર તા.૦૬ : ગઈ કાલ સાંજના સમયે સોશ્યલ મીડીયાના માધ્યમથી ઘોઘા તાબાના પીથલપુર-ઓદરકા ગામેથી ત્રણ બાળકોના અપહરણ થયેલાની અફવા સામે આવેલ હતી, અને આ સફેદ કલરની કાર કે જેના નંબર ૯૧૬ હતા તે ઘોઘા તરફ આવતી હોવાની અને રસ્તામાં જે કોઇ આ કારની આડે આવે તેને કચડીને આગળ વઘે છે તેવા  મેસેજ ફરતા થતા ઘોઘા પોલીસ સ્ટેશનના  માણસો તાત્કાલીક અલગ-અલગ ટીમો બનાવી તમામ સ્થળે નાકાબંધી કરેલ જેના કારણે આ સફેદ કારનો ચાલક મળી આવેલ અને તેની સધન પુછપરછ કરતા એવી હકિકત જાણવા મળેલ કે, તે અને તેની સાથેના બીજા બે ઇસમો પીથલપુર જતા હતા તે દરમયાન ઓદરકાના એક ૨૫ વર્ષના યુવાનને કોઇ પણ કારણસર કારમાં બેસાડી તેને આગળ સુધી લઇ ગયેલ આ વખતે ફોરવ્હીલના કારચાલકે તેની કાર પરનો કાબુ ગુમાવતા કાર પલ્ટી મારી જતા આ યુવાન કાર માંથી નિકળી ભાગી ગયેલ અને તેને તેના ભાઇ તથા ગામના લોકોને બનેલ બનાવ બાબતે વાત કરતા ધીમેધીમે આ વાતે બાળકોના અપહરણની વાતનું સ્વરૂપ પકડી લીધેલ અને લોકોની જાગુતતા અને પોલીસની સતર્કતાના કારણે કોઇ મોટો બનાવ બનવા પામેલ નથી, ઓદરકાના યુવાન સાથે બનેલ બનાવ બાબતે ફરીયાદ લઇ યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ છે, જેની તપાસ શરૂ છે, આ આરોપીઓ બાળકોને ઉપાડતી ગેંગના સભ્યો નહીં હોવાનું પ્રાથમીક તબકકે ધ્યાને આવેલ છે, તો સદરહું બાબતે કોઇ અફવા નહીં ફેલાવવા પોલીસ દ્વારા  નમ્ર અપીલ કરવામાં આવી છે .

(12:12 pm IST)