Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

વાંકાનેર કિડ્ઝલેન્ડ સ્કૂલનાં ૧૧ વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ ઓલમ્પિયાડમાં ચમક્યા

વાંકાનેર તા.૦૬: વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ શિક્ષણની સાથે સંસ્કાર આપતી વાંકાનેર શહેરની નામાંકિત શિક્ષણ સંસ્થા એટલે કે કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ પ્રાયમરી સ્કૂલના વિદ્યાર્થીઓએ વધુ એક વખત અનેરી સિદ્ધિ મેળવી છે.

સ્કૂલનાં ૧૧ વિદ્યાર્થીઓએ SOF ઇન્ટરનેશનલ ઓલમ્પિયાડ ૨૦૧૮ - ૧૯ કે જેમાં ITI મુંબઈ તથા ITI કાનપુર તથા પ્રખ્યાત કેમ્બ્રિજ યુનિવર્સીટીના નિષ્ણાંત શિક્ષકો દ્વારા એક પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે તેમાં ભાગ લઇ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે ઉપરોકત SOF ઇન્ટરનેશનલ ઓલમ્પિયાડ ૨૦૧૮ - ૧૯ માં કુલ ૧૨૬ સ્કૂલે ભાગ લીધો હતો જે પૈકી કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ પ્રાયમરી સ્કૂલનાં વિદ્યાર્થીઓના દમદાર પ્રદર્શનના કારણે સ્કૂલને ૬ ક્રમાંક મળ્યો હતો.

આજે શિક્ષક દિવસની ઉજવણીની સાથે લ્બ્જ્ ઇન્ટરનેશનલ ઓલમ્પિયાડમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સ્કૂલમાં જ એક કાર્યક્રમનું આયોજન કરાયું હતુ. ni અને વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં સપસ્થિત પત્રકારો તથા સ્કૂલનાં સ્ટાફના વરદહસ્તે સર્ટિફિકેટ, ગોલ્ડ મેડલ તથા Rs.૧૦૦૦ ના મૂલ્યની ગિફ્ટ એનાયત કરવામાં આવી હતી.

આ ઉપરાંત આજે શિક્ષક દિવસ નિમિત્તે એક દિવસ માટે શિક્ષક બનેલા વિદ્યાથિઓને પણ સ્કૂલ તરફથી ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. 

સ્કૂલનાં સંચાલક મેહુલ પી. શાહ તથા ઉપસ્થિત મહાનુભાવોએ તમામ વિજેતા વિદ્યાર્થીઓને સિદ્ધિ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

SOF ઇન્ટરનેશનલ ઓલમ્પિયાડ ૨૦૧૮ - ૧૯ માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર કિડ્ઝલેન્ડ સ્કૂલનાં વિદ્યાર્થીઓની નામાવલી

કાવ્યા કાનાબાર - (ધોરણ - ૩)  , ધ્રુવિન સાગર - (ધોરણ - ૩) , વીર સરસાવાડિયા - (ધોરણ - ૩) , ધર્મ વાત્સિયાની - (ધોરણ - ૩)  , અભિનવ શમા - (ધોરણ - ૩) ,પિયુષ યાદવ - (ધોરણ - ૩) , હાર્વી દોશી - (ધોરણ - ૪)  ,કાવ્યા દેલવાડીયા - (ધોરણ - ૪) , શ્રિયા જોશી - (ધોરણ - ૪) , શાહીન પીંડાર - (ધોરણ - ૫) , પરમ કાનાબાર - (ધોરણ - ૫)

(12:12 pm IST)