Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ખેડુતો અને શ્રમજીવીઓના ઉપલેટામાં ધરણા દેખાવો સૂત્રોચ્ચાર

ઉપલેટા તા.૬: અહિંના બાપુના બાવલા ચોકમાં ગુજરાત કિશાનસભા અને સીઆઇટીયુ દ્વારા ખેડુતો અને શ્રમજીવીઓએ કેન્દ્ર સરકારની ઉદ્યોગપતીઓ તરફી નિતીઓ સામે તેમજ દેશની સાર્વજનીક સંપતીઓ ઉદ્યોગપતીઓને વેચવા અંગેના કરેલા નિર્ણયો સામે મોટી સંખ્યામાં એકત્રીત થઇ ધરણા અને દેખાવો યોજેલ આ ધરણામાં ગુજરાત કિશાનસભાના પ્રમુખ ડાયાભાઇ ગજેરાએ કેન્દ્ર સરકાર સામે ખુલ્લેઆમ આક્ષેપ કરતા જણાવેલ કે જમીન સંપાદન ૨૦૧૩ને આ સરકાર ઉદ્યોગપતીઓને જમીન સહેલાઇથી અને સસ્તા મળે તેવા હેતુથી ખુબ કાયદામાં બદલાવ કરવા જઇ રહી છે સ્વામીનાથન સમિતિની ભલામણ ખેતી ઉત્પાદન ખર્ચના દોઢા ભાવનો અમલ કરતી નથી બીજી બાજુ ખેડુતોની આવક બમણી કરવાની ભ્રામક વાતો કરે છે તે ખેડુતો સાથે છેતરપીંડી સમાન છે ઉદ્યગોમાં મંદી છે તેમાં લઘુ ઉદ્યગો સાવ ઠપ થઇ ગયા છે તેમાં રોજગારી તુટી રહી છે બેરોજગારી વધી રહી છે તેના લોકોની ખરીદ શકિત તુટી રહી છે મજુર કાયદાઓમાં બદલાવ ઉદ્યોગપતીઓના દબાણ હેઠળ કરીને મજુરોના અધિકારો જુટવી રહી છે દેશવ્યાપી ૫ સપ્ટેમ્પ ૨ના કાર્યક્રમમાં મોટી સંખ્યાના ખેડુતો કામદારો શ્રમજીવીઓ ભાગ લઇ રહ્યા છે.

ઉપલેટામાં ધરણા દેખાવો કાર્યક્રમમાં દિનેશભાઇ કંટારીયા, લખમણભાઇ પાનેરા, જેન્તીભાઇ માકડીયા, ગોરધનભાઇ સિંહોરા, દલપતભાઇ નિરંજની, કાંતિભાઇ સોલંકી સહીત મોટી સંખ્યાના ખેડુતો શ્રમજીવીઓ હાજર રહી સુત્રોચ્ચાર કર્યા હતા.

(1:34 pm IST)