Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

મીઠાપુર સ્ટેશનના ઇન્ચાર્જ મહિલા પી.આઇ. સસ્પેન્ડ

મીઠાપુર તા. ૬ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઔદ્યોગીક શહેર ખાતે આવેલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ. ચંદ્રકલાબા બી. જાડેજાને સસ્પેન્ડ કરાતા ખળભળાટ મચી ગયો છે.

ગત વર્ષના ૧ પોકસો એકટ હેઠળના ગુનામાં નિયત સમય મર્યાદામાં ૧ દિવસ મોડી ચાર્જશીટ અદાલતમાં રજૂ કરાયાના કારણે સસ્પેન્ડ કરવાનો ઓર્ડર રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા કરવામાં આવ્યો હતો. જયારથી ચંદ્રકલાબા જાડેજાને મીઠાપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ આપવામાં આવ્યો ત્યારથી કાયદા અને વ્યવસ્થાની જાળવણી દ્વારા અસામાજિક તત્વો પર તવાઇ કરી મીઠાપુરને એક નવી સકલ આપી દીધી હતી. આ ઉપરાંત આ અધિકારી દ્વારા શૈક્ષણીક અને મહિલા જાગૃતિ બાબતે પણ હમેંશા તત્પર રહી દરેક સમજ સાથે જોડાઇ દેશના વિકાસમાં એક નવી દિશા આપી હતી.

જબરી લોકચાહના ધરાવનાર આવા કર્તવ્યનિષ્ઠ અધિકારીને સસ્પેન્ડ કરાતા સ્થાનીક અગ્રણીઓ દ્વારા રાજયના ગૃહમંત્રીને મળી ઉચ્ચ સ્તરે રજૂઆત કરી સસ્પેન્શનનાં ઓર્ડર કેન્સલ કરી તેમને ફરીથી મીઠાપુરનો ચાર્જ સંભાળવા મેદાને પડયા છે.

(12:10 pm IST)