Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

પોરબંદર કલેકટરનો ચાર્જ સંભાળતા ડી. એન. મોદી

પોરબંદર તા. ૬: રાજય સરકાર દ્વારા તાજેતરમાં આઇ.એ.એસ. અધિકારીઓની બદલી કરવામાં આવી હતી જેમાં પોરબંદર કલેકટર તરીકે ર૦૦૭ ની બેચનાં આઇ.એ.એસ. ડી. એન. મોદીની નિમણુંક થતા તેમણે પોરબંદર જિલ્લા કલેકટર તરીકેનો પદભાર સંભાળ્યો હતો.

એમ.એસ.સી. ફિઝીકસ થયેલા ડી. એન. મોદી આ અગાઉ ખેડા જિલ્લા વિકાસ અધિકારી, મ્યુ. ફાઇનાન્સ બોર્ડના સી.ઇ.ઓ. તરીકે યશસ્વી ફરજો બજાવી છે. વહિવટી ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા શ્રી મોદીએ ૧પ જિલ્લામાં ઉચ્ચ અધિકારી તરીકે નિષ્ઠાપૂર્વક ફરજો બજાવી છે. પોરબંદર કલેકટર તરીકેનો ચાર્જ સંભાળનાર ડી. એન. મોદીએ રાજય સરકારની ફલેગશીપ યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની નેમ વ્યકત કરી હતી.

(12:09 pm IST)