Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

મોરબીમાં વેવિશાળ મામલે અસ્માલ મિયાણાને મોહીન જામે છરી ઝીંકી

નટરાજ ફાટક પાસે સાયકલ પરથી પડી જતા ભીખાભાઇ મકવાણાનુ મોત

મોરબી તા.૦૬: મોરબીના મચ્છીપીઠ નજીક ફોઈની દીકરીના વેવિશાળ મામલે યુવાનને છરીનો ઘા ઝીંકી દેતા યુવાનને ઈજા પહોંચી છે ે

મોરબીના જોન્સનગરના રહેવાસી યુવાન કરીમભાઈ હાજીભાઈ માણેક મિયાણા નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના દીકરા અસ્માલની અગાઉ વાત આરોપી મોહીન મહમદ જામ રહે મચ્છીપીઠ મોરબીના ફોઈની દીકરી સાથે ચાલતી હોય અને આરોપીને ફરીયાદીના દીકરા સાથે વાંધો હોય જેનો ખાર રાખી આરોપીએ છરી વડે ફરિયાદીના દીકરા અસ્માલને પેટના ભાગે છરીનો ઘા મારી ઈજા પહોંચાડી છે પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામાં ભંગ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે .

અન્ય એક બનાવમાં મોરબીના પાવર હાઉસ પાછળના રહેવાસી ભીખાભાઈ રામજીભાઈ મકવાણા નામના આધેડે  પોતાની સાયકલ લઈને નટરાજ ફાટક પાસેથી જતા હોય ત્યારે અચાનક પડી જતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યા છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

૩ બોટલ દારૂ સાથે સુરેશ કોળી પકડાયો

 મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના જુના ઘૂટું રોડ પર આરોપી સુરેશ જીવણ દંતેસરીયા કોળી રહે જુના ઘૂટું રોડ વાળાને ઝડપી તેની પાસેથી ત્રણ બોટલ ઈંગ્લીશ દારૂ કીમત રૂ ૯૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:07 pm IST)