Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

શાપરમાં ભાભી જગાડવા ગયા ત્‍યાં દિયર પ્રમોદ લટકતો મળ્‍યોઃ ગંભીર

મુળ યુ.પી.ના યુવાને અગમ્‍ય કારણોસર ફાંસો ખાતા સારવારમાં

રાજકોટ તા. ૬: શાપર વેરાવળમાં શિતળા મંદિર પાસે સહયોગ કોટન નજીક કારખાનાની રૂમમાં રહેતાં અને બફનું કામ કરતાં મુળ ઉત્તર પ્રદેશના પ્રમોદ રાજેન્‍દ્રભાઇ પાલ (ઉ.૧૮) નામના યુવાને પોતાની રૂમમાં પંખાના એંગલમાં શર્ટ બાંધી ગળાફાંસો ખાઇ લેતાં ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

પ્રમોદ તેના મોટા ભાઇ સંજય અને ભાભી સાથે ચારેક વર્ષથી શાપરમાં રહે છે અને કારખાનામાં કામ કરે છે. ગઇકાલે બપોર બાદ પ્રમોદેન ચા પીવા માટે જગાડવા તેના ભાભી તેના રૂમમાં ગયા ત્‍યારે તે લટકતો જોવા મળતાં દેકારો મચાવતાં તેણીના પતિ સહિતના લોકો ભેગા થઇ ગયા હતાં. પ્રમોદને બેભાન હાલતમાં નીચે ઉતારી સારવાર માટે ખસેડયો હતો.

તે ભે ભાઇ અને બે બહેનમાં નાનો તથા કુંવારો છે. આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો? તે અંગે તેના ભાઇ કંઇ જાણતા ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

(11:19 am IST)