Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ભાવનગરના ખૂંટવડામાં રૂા. ૨ હજારની ૧૩ જાલીનોટ સાથે ૩ ઝડપાયા

ભાવનગર, તા. ૬ :. ભાવનગર એલસીબી પોલીસમાં પીઆઈ એન.જી. જાડેજા તથા સ્‍ટાફે પૂર્વ બાતમીને આધારે મહુવા તાલુકાના ખૂંટવડા ગામે દરોડો પાડી ભગુ ઉર્ફે ભગત ગોકુલભાઈ ગોડાળા-ભરવાડ (ઉ.વ. ૨૬), રાકેશ બાઘાભાઈ નગોયા  (ઉ.વ.૩૭) અને ચિરાગ ઉર્ફે મુન્‍નો જયેશભાઈ ઉર્ફે જયન મકવાણા નામના ત્રણ શખ્‍સોને રૂા. ૨૦૦૦ના દરની ૧૩ બનાવટી નોટો સાથે ઝડપી લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે.  આ અંગે એલ.સી.બી. પોલીસમાં પી.આઈ. જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

(11:19 am IST)