Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઓઝત-2 ડેમ છલકાયો : ત્રણ દરવાજા ખોલાયા

ડેમના ત્રણ દરવાજા ખોલાતા નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

જુનાગઢમાં ફરીથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ  કરી છે. અને ઉપરવાસમાં સારા વરસાદના કારણે શહેરોનો સૌથી મોટો ડેમ ઓઝત-2 ઓવરફ્લો થયો છે. ડેમમાં પાણીની સારી આવકના કારણે ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યાં છે.

ઓઝત-2 ડેમ પાંચ તાલુકાને પીવાનું અને સિંચાઇનું પાણી પૂરું પાડતો ડેમ છે. ડેમના ત્રણ દરવાજા ખોલાતા નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.

(8:07 pm IST)