Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

ભાટીયાના કુરંગા ફાટક પાસે સ્કોર્પીયો પલ્ટી જતા ૩ના મોત

જામનગર, તા. ૬ :. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાટીયા પાસે સ્કોર્પિયો ગાડી પલ્ટી જતા ૩ વ્યકિતના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ખંભાળિયા તાલુકાના ભાટીયા નજીક કુરંગા ફાટક પાસે સ્કોર્પિયો કાર પલ્ટી જતા મહિલા સહિત ૩ વ્યકિતના મોત નિપજતા ઘેરો શોક છવાઈ ગયો છે. આ અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવાતા બે વ્યકિતના સારવાર મળે તે પહેલા મોત નિપજ્યા હતા. મૃતકોમાં દ્વારકા અને રાજકોટના વ્યકિતઓ હોવાનું જાણવા મળ્યુ છે. શેખ પરિવારને અકસ્માત નડયો હોવાનું જાણવા મળ્યુ છે.

(4:47 pm IST)