Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

કોડીનારના વિઠલપુરમાં જુગાર રમતા ૧ર શખ્સો ઝડપાયા

કોડીનાર તા.૬ : પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી તથા ના.પો.અધિ.શ્રી ડો.જે.એમ. ચાવડાની સુચના મુજબ જુગાર રમતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરી દારૂ/જુગારની પ્રવૃતિ સદંતર બંધ કરવવા અંગેની સુચના અન્વયે ઇન્ચાર્જ પો.ઇન્સ. એ.એમ.હેરમા, એ.એસ.આઇ. એન.આઇ. રહેવર તથા પો.કોન્સ. વિશાલભાઇ અભેસીંગભાઇ તથા પો.કોન્સ. નાજીરભાઇ નરસીભાઇ તથા ડ્રા.પો.કોન્સ. વિજયભાઇ લખમણભાઇ નાઇટ રાઉન્ડમા હતા દરમ્યાન પો.કોન્સ. વિશાલભાઇ અભેસીંગભાઇની બાતમી મળી હતી.

વિઠલપુર ગામે જાહેરમાં જુગાર રમતા (૧) ખીમજીભાઇ વીરાભાઇ કામળીયા રહે. વિઠલપુર (ર) રાજેશભાઇ કરશનભાઇ બાંભણીયા રહે. વિઠલપુર, (૩) જીણાભાઇ ખીમાભાઇ ખરા રહે. વિઠલપુર, (૪) ચકાભાઇ ડાયાભાઇ વાંધ, રહે વિઠલપુર, (પ) ધરમેન્દ્રભાઇ ભાણાભાઇ વાળા, રહે. વિઠલપુર (૬) મેરામણભાઇ લખમણભાઇ ચાવડા રહે. મોટા આસોટા, તા.કલ્યાણપુર, જી.દ્વારકા, (૭) પ્રતાપભાઇ વરજાંગભાઇ વાજા રહે .વિઠલપુર, (૮) અશોકભાઇ મેઘજીભાઇ ગોહીલ, રહે. વિઠલપુર, (૯) દિનેશભાઇ અરજણભાઇ ખરા, રહે. વિઠલપુર(૧૦) દીનેશભાઇ કાળાભાળ મકવાણા રહે. વિઠલપુર (૧૧) વજુભાઇ કુંભાભાઇ બાંભણીયા રહે. વિઠલપુર (૧ર) ભીમાભાઇ સોલંકી, જાતે. કોળી, રહે ડોળાસાવાળાઓ જાહેર  પાના વડે હારજીતનો જુગાર રમી રમતા રૂ.પ૩૦૯૦ રોકડ તથા મો.સા. કી. રૂ.૩પ૦૦૦/-સાથે કુલ રૂ.૮૮૦૯૦/ ના મુદામાલ સાથે આરોપી નં.૧ થી ૮ નાઓ પકડાઇ જઇ તથા આરોપી નં.૯ થી ૧ર નાએ ભાગી જઇ ગુન્હો કરેલ હોય જેઓની વિરૂધ્ધમાં જુગારધારા કલમ ૧ર મુજબ ગુન્હો રજી કરાવેલ છે તેમજ નાસી જનાર આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરેલ છે અને આ કામે આગળની તપાસ એ.એસ.આઇએન.આઇેરહેવર ચલાવી રહ્યા છ.ે(૬.રપ)

 

(12:55 pm IST)