Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

હળવદનાં સુખપરમાં રેલ્વે યાર્ડનો પ્રારંભઃ સૌરાષ્ટ્રનાં ટ્રાન્સપોર્ટરોને સુવિધાઓ મળશે

હળવદ, તા.૬: સુખપર ગામ પાસે સૌરાષ્ટ્રના સૌથી મોટા રેલ્વે યાર્ડનો ગઇકાલે આરંભ થયો છે. જેનાથી ઉદ્યોગ જગતને વેગ મળશે અને ટ્રાન્સપોર્ટરોને પણ અનેક સવલતો પ્રાપ્ત થશે તેવો દાવો કરાયો છે.

કોનકોરના મુખ્ય મહાપ્રબંધક પ્રણય પ્રભાકરે માહીતી આપી જણાવેલ કે કોનકોર શરૂઆત માં શાલીમાર રેલ્વે ટર્મિનલ માટે અને આગળ જતા હૈદરાબાદ, કાનપૂર, ગુહાટી, પટના જેવા વિવિધ વિસ્તારો માટે કાર્ગો કન્ટેનરોની હેરાફેરી માટે ટ્રેન સેવાઓ નજીવા દરોમાં શરૂ કરવામાં આવશે. કાનકોર પાસે પૂરતા પ્રમાણમાં કન્ટેનરો છે.

આ ઉપરાંત વેપારીઓને રોડ ટ્રાન્સપોર્ટ ખર્ચમાં મોટા પાયે ઘટાડો થશે અને માલની સલામતી રહેશે. કાર્યક્રમમાં હાજર અમદાવાદના DRM દિનેશકુમારે જણાવેલ આ વિસ્તારમાં સીરામીક અને મીઠા ઉદ્યોગ તરીકે જાણીતો છે ત્યારે આવનાર દિવસોમાં વેપારઓને વેપારની ઉજળી તક મળશે.

મોરબી ધારાસભ્ય બ્રીજેશ મેરજા હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરીયા, રેલ ટર્મિનલના MD અવધેશભાઇ ચૌધરી, મોરબી સીરામીક એશોના પ્રમુખ નિલેશભાઇ ઉપરાંત રેલ્વેના અધિકારીઓ હાજર રહ્યા હતાં.(૨૩.૩)

(12:31 pm IST)