Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

સવારે સામાન્ય ઠંડકઃ ભેજનું પ્રમાણ વધ્યું

સોૈરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાના વિરામ વચ્ચે વરાપનું વાતાવરણ

રાજકોટ તા.૬: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં વરાપ સાથેનું વાતાવરણનો માહોલ બરકરાર છે. અને વહેલી સવારે સામાન્ય ઠંડકનો અહેસાસ થઇ રહયો છે.

 

છેલ્લા ત્રણ ચાર દિવસથી સર્વત્ર મેઘરાજાએ વિરામ લીધો છે. અને કોઇ -કોઇ જગ્યાએ હળવા-ભારે ઝાપટા વરસી જાય છે.

આવા વાતાવરણ વચ્ચે મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે સામાન્ય ઠંડકનો અહેસાસ થઇ રહય ોછે અને વહેલી સવારના સમયે ભેજનું પ્રમાણ વધતા શિયાળા જેવું વાતાવરણ અનુભવાય છે અને સામાન્ય ઠંડકનો અનુભવ થાય છે. જો કે સુર્યનારાયણનાં દર્શન થતાની સાથે જ હુંફાળું વાતાવરણ છવાઇ જાય છે અને જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમજ ગરમીની અસર વધવા લાગે છે.(૧.૬૦)

(11:54 am IST)