Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

પોરબંદરમાં ૨ સ્થળે તીનપતિ જુગાર રમતા ૧૦ શખ્સો ઝડપાયા : ૩ નાસી ગયા

પોરબંદર તા. ૬ : અહીં બે સ્થળે તીનપતી જુગાર રમતા ૧૦ શખ્સોને પોલીસે પકડી પાડયા હતા. દરોડા દરમિયાન ૩ નાસી ગયેલ હતા.

કિર્તી મંદિર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભાવિન પ્રવિણભાઇએ કુંભારવાડામાં જુગાર રમતા રફીક ઇબ્રાહીમ ચાવડા અને વિશાલ ઉર્ફે વીકીને ૧૦૦૬૦ રોકડ સાથે પકડી પાડેલ છે.

એસ.ઓ.જી. પીએસઆઇ એન.કે.મણવરે સોઢાણામાં રહેણાંક મકાનમાં જુગાર રમતા રમેશ મસરી રાઠોડ, હેમંત રઘુ, લાખણશી ઉર્ફે લાખો મેરામણ, માધા જીવા, સંજય આલા, ભીમા ખરા, સુરેશ ઉર્ફે ભૂરો અશોક શીંગરખીયાને રોકડા રૂ. ૩૪,૪૦૦ તથા મોબાઇલ નંગ ૮ સહિત કુલ ૪૯૯૭૦ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.

પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ ધીરૂભાને મળેલી બાતમીને આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એન.કે.મણવર સાથે એસઓજીના એ.એસ.આઇ. મેરામણભાઇ, હેડ કોન્સ્ટેબલ બટુકભાઇ વિઝુડા, કિશનભાઇ ગોરાણીયા, મહેબુબખાન, અજયસિંહ, વિજયભાઇ જોષી, પ્રફુલગીરી, સરમણભાઇ, દવેન્દ્રસિંહ, માલદેભાઇ વગેરે જુગાર રમતા શખ્સોને પકડી પાડેલ છે.(૨૧.૭)

(9:30 am IST)