Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

રાજસ્થાન સરકારના મંત્રી અને કચ્છ લોકસભા ના કોંગ્રેસના પ્રભારી સાલેમહમદજી આવતીકાલથી કચ્છ જિલ્લાના પ્રવાસે

આવતીકાલે સવારે ગાંધીધામ હોટલ આરતી,બપોરે અંજારમાં હોટલ માનવ , ભુજ વિધાનસભા ક્ષેત્રમાં સર્કિટ હાઉસ ભુજ મધ્યે તબક્કાવાર કાર્યકર્તા મિલન કાર્યકમોમાં હાજરી આપશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૬ ;તમામ મોરચે નિષ્ફળ નીવડેલી ભાજપ સરકારને ઘેરવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાષ્ટ્રીય સ્તરથી રાજ્યસ્તર અને જિલ્લા કક્ષાએ કમર કસી લીધી છે તેવા સંજોગોમાં કોંગ્રેસના કાર્યકરોમાં જોમ અને જુસ્સો આપવા નવનીયુક્ત કચ્છ લોકસભા ના કોંગ્રેસના પ્રભારી

અને રાજસ્થાન સરકારના મંત્રી સાલે મહંમદજી તારીખ ૭ ઓગસ્ટ થી કચ્છ જિલ્લાના પ્રવાસે છે. તેઓ આવતીકાલે સવારે ગાંધીધામ  હોટલ આરતી,બપોરે અંજારમાં હોટલ માનવ , સાંજે ભુજ વિધાનસભા ક્ષેત્રમાં સર્કિટ હાઉસ ભુજ મધ્યે તબક્કાવાર કાર્યકર્તા મિલન કાર્યકમોમાં હાજરી આપશે તેઓના પ્રવાસ દરમિયાન કચ્છ જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા,પ્રદેશના હોદ્દેદારો, સિનિયર આગેવાનો , કાર્યકરો હાજરી આપશે એવું કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા દિપક ડાંગર દ્વારા જણાવાયું હતુ.

(6:23 pm IST)