Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

જામનગર સર્કલ બાદ આજે સવારથી સુરેન્દ્રનગર સર્કલની પથ્થરની ખાણોમાં વીજ ટીમો ત્રાટકીઃ ર કરોડની વીજચોરી ઝડપાઇ

સુરેન્દ્રનગર પંથકની એકલા ભીમોરા ગામે જ પાંચ ખાણોમાં ગેરરીતિઓ પકડાઇઃ તમામ સામે ફોજદારી... : વીજીલન્સ ડાયરેકટ અનુપમસિંહ ગેહલોતની સુચના બાદ સતત ચોથા દિવસે દરોડાનો દોર...

રાજકોટ તા. ૬ :.. વીજ બોર્ડના વિજીલન્સ ડાયરેકટર આઇપીએસની અનુપમસિંહ ગેહલોત અને મુખ્ય તકેદારી અધિકારીની સુચના બાદ શ્રી એચ. આર. ચૌધરી (આઇપીએસ) જોઇન્ટ એકઝીકયુટીવ ડાયરેકટર ગુજરાત ઉર્જા વિકાસ નિગમના માર્ગદર્શન હેઠળ બી. સી. ઠક્કર, નાયબ પોલીસ અધિક્ષક અને મુખ્ય તકેદારી અધિકારી રાજકોટ તેમજ જી. યુ. વી. એન. એલ. પો. સ્ટે.ના પો. અધિ.-કર્મચારીઓ તથા જી. યુ. વી. એન. એલ. વડોદરાના ઉચ્ચ અધિકારીની ટીમો મારફતે વિજ ચોરી પકડવા તથા ડામવા માટે આજે પણ જામનગર સર્કલ, સુરેન્દ્રનગર સર્કલ વિસ્તારમાં આવેલ હોટેલ, ઢાબા, રહેણાંક તથા પથ્થરની ખાણો વિગેરે જગ્યાએ સઘન વિજ ચેકીંગ હાથ ધરવામાં આવેલ.જામનગર સર્કલ વિસ્તારમાં ગઇકાલ સુધીમાં અંદાજીત પર લાખ ૩૬ હજારની વીજ ચોરી પકડાયેલ હતી.

તેમજ આજે તા. ૬ ના રોજ સુરેન્દ્રનગર  સર્કલ વિસ્તારમાં આવેલ પથ્થરની ખાણોમાં સઘન વીજ ચેકીંગ હાથ ધરવામાં આવેલ જે દરમ્યાન (૧) રાજદીપ અશોક ખાચર (પથ્થરની ખાણ) ગામ ભીમોરામાં ૭૦ લાખની વીજ ચોરી, (ર) ધાંધલ ગભરૃ રામ (પથ્થરની ખાણ) ગામ ભીમોરામાં ૪૦ લાખની વીજ ચોરી (૩) અશોક જીવા ખાચર (પથ્થરની ખાણ) ગામ ભીમોરામાં ૩૦ લાખની વીજ ચોરી, (૪) રાજદીપ અશોક ખાચર (પથ્થરની ખાણ) ગામ ભીમોરામાં ૩પ લાખની વીજ ચોરી, (પ) વિવેક રણુ ખાચર (પથ્થરની ખાણ) ગામ ભીમોરામાં ૩પ લાખની વીજ ચોરી સહિત કુલ પ સ્થળોએ ગેરરીતિ માલુમ પડતા અંદાજીત રૃપિયા ર કરોડ ૧૦ લાખની વિજ ચોરી પકડી પડાયેલ હતી, આમ ૪ દિવસમાં કુલ ર કરોડ ૬ર લાખ ૩૬ હજાર રૃપિયાની જામનગર સર્કલ તથા સુરેન્દ્રનગર સર્કલ વિસ્તારમાં વીજ ચોરી  પકડાયેલ હોય પી. જી. વી. સી. એલ.ના અધિકારીઓ દ્વારા ફરીયાદો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(4:35 pm IST)