Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

જામનગરમા લમ્પી વાયરસ મુદ્દે કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાનો આત્મવિલોપનનો પ્રયાસ

કેરોસીન છાંટે તે પહેલા પોલીસે અટકાયત કરી : જામનગરઃ જામનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનુ આગમન થતા જ કલેકટર કચેરી ખાતે સભાખંડમાં લમ્પી વાઇરસ અંગે પશુઓમાં વધી રહેલ રોગચાળાને અટકાવવા સમીક્ષા બેઠક ચાલી રહી હતી આ દરમિયાન જ કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુભા જાડેજા દ્વારા કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં રાજયસરકાર દ્વારા લમ્પી વાયરસને લઇને નિષ્ફળ ગઇ હોવાના આક્ષેપ સાથે આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કેરોસીન છાંટે તે પહેલા પોલીસે અટકાયત કરી હતી જયાં તાબડતોબ ઍસ.પી અને પ્રાંત અધિકારી સહિતના પોલીસ કર્મીઓઍ દોડી જઇ તાત્કાલીક દિગુભાની અટકાયત કરી હતી. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(2:04 pm IST)