Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

બરડા વન્‍ય પ્રાણી અભ્‍યારણમાં નેશ વિસ્‍તારમાં લમ્‍પી વાયરસ સામે રક્ષણ માટે વન વિભાગ દ્વારા પશુઓને રસીકરણ કરાયુ

વિરમગામ અગાથ દ્વારા ગોસા (ઘેડ) તા.૦૬: પોરબંદર જીલ્‍લામાં ગાયોમાં વ્‍યાપેલી લમ્‍પી સ્‍કીન ડિસીઝના રોગ ઘણી જગ્‍યાએ જોવા મળે છે. ત્‍યારે આવી બીમારી પશુઓનાં ન ફેલાય અને પશુધન આબાદ રહે તે માટે વેકિસનેશન કરાવવું જરૂરી છે. આ રોગ વાયરસ(વિષાણુ) થી  ફેલાતો ચેપી રોગ છે. લમ્‍પી વાયરસ સામે સુરક્ષાત્‍મક પગલા તરીકે પશુઓનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્‍યારે પોરબંદરના વન વિભાગના બરડા વન્‍યપ્રાણી અભ્‍યારણમાં આવેલા નેશ વિસ્‍તારમાં વસતા માલધારીઓના પશુઓનાં ચેપી ગણાતો લમ્‍પી સ્‍કીન નામનો રોગ ફેલાતો અટકાવવા ભાગરૂપે વન વિભાગ પોરબંદર અને પશુપાલન વિભાગ દ્વારા રસીકરણનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્‍યો છે.

 વન વિભાગ પોરબંદર અને પશુપાલન વિભાગ દ્વારા બરડા અભ્‍યારણના નેશ વિસ્‍તારમાં લમ્‍પી વાયરસ સામે સુરક્ષાત્‍મક પગલા તરીકે પશુઓનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્‍યારે પોરબંદરના વન વિભાગના બરડા વન્‍યપ્રાણી અભ્‍યારણમાં આવેલા નેશ વિસ્‍તારમાં પશુઓનાં લમ્‍પી સ્‍કીન ડિસીઝના રક્ષણાત્‍મક પગલા રૂપે કરવામાં આવનાર પશુઓમાં રસીકરણમાં પ્રથમ તબક્કામાં સાતવીરડા નેશની આસપાસના નેશોમાં વસતા માલધારીઓના પશુધનને રસીકરણ કરવામાં આવશે. ત્‍યારબાદ કીલેશ્વર આસપાસના પશુધન લમ્‍પી સ્‍કીન ડિસીઝથી સુરૅિક્ષત રહે અને તેનો ફેલાવો અટકાવવા ભાગ રૂપે સાવચેતીના પગલા અર્થે આ કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમ પોરબંદર નાયબ વન સંરક્ષકશ્રીનાની કચેરી દ્વારા યાદીમાં જણાવાયું છે.

(1:49 pm IST)