Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

માધવપુરના દરિયા કાંઠે હશીશના વધુ ૧૪ પેકેટો મળ્યા

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૬ : માધવપુર દરિયાકાંઠે આંત્રોલી ફાટક નજીક નશીલા પદાર્થ હશીશના વધુ ૧૪ પેકેટ મળી આવતા પોલીસે આ પેકેટોનો કબજો લઇને તપાસ શરૃ કરી છે.

માધવપુર અને મોરસર દરિયાકાંઠે બે દિવસ પહેલા મળી આવેલ હશીશના ર૧ પેકેટો કે જેની કિંમત રૃા.૩૪,૮૧ર૦૦ થાય છે જે ર૧ પેકેટોનો નશીલા પદાર્થની ચકાસણી માટે એફએસએલને મોકલતા આ હશીશનો પદાર્થ હશીશ (મારાયોજુઆના) હોવાનું ખુલ્યુ છે હતું તયાર પછી વધુ ૧૪ પેકેટો માધવપુર દરિયાકાંઠે હશીશના તણાય આવેલ છે

માધાવપુર કાંઠે આંત્રોલી કાંઠે તણાય આવેલ. આ હશીશના ૧૪ પેકેટો કોઇ અજાણ્યા શખ્સો નશીલા પદાર્થ દેશમાં લઇ આવતા હોય અને રસ્તામાં દરિયાઇ સુરક્ષા એજન્સીના ડરથી નશીલા પદાર્થના પેકેટો દરિયામાં ફેંકી દીધા હોય તેવુ અનુમાન થઇ રહ્યું છે.

(1:42 pm IST)