Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

કોંગ્રેસના અમરેલી લોકસભાના પ્રભારી સુખરામ વિશ્નોઇ ધારાસભ્ય, હોદેદારો કાર્યકરોની મુલાકાતે

અમરેલી તા.૬ : આગામી વિધાનસભાની ચુંટણીને લઇ કોંગ્રેસના સંગઠનને મજબુત કરવા માટે મીટીંગનો દોર શરૃ થઇ ગયેલ છે.ત્યારે એઆઇસીસીના અમરેલી લોકસભા પ્રભારી અને રાજસ્થાનના શ્રમ મંત્રાલયના રાજયકક્ષાના મંત્રી સુખરામ વિશ્નોઇ તથા ધારાસભ્ય ગોપાલભાઇ મીના આવતીકાલથી ૩ દિવસના અમરેલી લોકસભા વિસ્તારના ધારાસભ્યો, સંગઠનના હોદેદારો તથા કાર્યકરો સાથે મુલાકાતે આવનાર છે.

લાઠી વિધાનસભા અમરેલી વિધાનભસામાં તમામ ધારાસભ્યો, સંગઠનના હોદેદારો તથા કાર્યકરો સાથે આગામી વિધાનસભાની ચર્ચા વિચારણા કરશે અને રાત્રી રોકાણ અમરેલી સર્કીટ હાઉસ ખાતે કરશે, ત્યારબાદ રવિવારના રોજ સવારે ૯.૩૦ કલાકે ધારી વિધાનસભા બપોરે ર કલાકે રાજુલા વિધાનસભા તથા સાંજે પ કલાકે મહુવા વિધાનસભાના કાર્યકરો તથા હોદેદારો સાથે મીટીંગનું આયોજન કરેલ છે. ત્યારબાદ સોમવારના રોજ  સવારે ૧૦:૦૦ કલાકે સાવરકુંડલા વિધાનસભા, બપોરે ૩:૦૦ કલાકે ગારીયાધાર વિધાનસભામાં કાર્યકરો અને હોદેદારો સાથે મીટીંગનું આયોજન કરવામાંઆવેલ છે તો આ કાર્યક્રમમાં કોંગ્રેસના તમામ કાર્યકરોને ઉપસ્થિત રહેવા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ડી.કે.રૈયાણીની યાદીમાં જણાવેલ છે.

(1:30 pm IST)