Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

અમરેલીના ઇશ્વરીયા ગામના નિવૃત વ્યકિત સાથે રોકાણ કરવાના નામે ૩૩.૬૦ લાખની છેતરપીંડી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૬ : ઇશ્વરીયા ગામના મગનભાઇ શાભુભાઇ વામઝા (ઉ.૬ર સાવરકુંડલા) આટીઆઇમાં નોકરી કરતા હતા તેની સાથે ધારીના હાલ અમરેલી હિરેન હસુભાઇ જોષી પણ આટીઆઇમાં નોકરી કરતા હતા.

તે પછી આદિત્ય બીરલા સનલાઇફ કંપનીમાં બ્રાંચ હેડ તરીકે નોકરી કરતા હોય અને મગનભાઇ વામઝા નિવૃત થવાની જાણ થતા નિવૃતિના રૃપિયાનું રોકાણ આદિત્ય બીરલા સનલાઇફ કંપીન અમરેલી બ્રાંચમાં કરવાનું જણાવી બદલામાં સારૃ વળતર આપવા લલચાવી ફોસલાવી કંપનીના મેનેજર જીગ્નાબેન હિરેનભાઇ ઉનડકટએ રૃપિયા ઓળવી જવાના ઇરાદે મેલાપીપણું કરી કાવત્રુ રચી રોકડ રૃા.૩૩,૬૦,૦૦૦ આદિત્ય બીરલા કંપનીમા રોકાણ કરવા અલગ અલગ તબકકે રોકડા અને ચેકથી છેતરપીંડી કરી આદિત્ય બીરલા કંપનીમાં રોકવાના બદલે અન્ય જગ્યાએ રોકાણ કરી હિરેનભાઇ જોષી તથા જીગ્નાબેન ઉનડકટએ મગનભાઇને રૃા.૧૦૦ ના સ્ટેપ પેપર એક પ્રોમીસરી નોટ લખી આપી રૃા. ત્રણ મહિનામાં પરત આવવા બંધાયેલ હતા.

તેમ છતા એકપણ રૃપિયો નહિ આપી વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરીયાની ફરીયાદ અમરેલી સીટી પોલીસમાં નોંધાવતા બનાવની તપાસ ઇન્સ. પો.ઇન્સ. એમ.કે. મકવાણા ચલાવી રહ્યા છે

(4:32 pm IST)