Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

ગોંડલમાં રેલ્‍વેમાં સિનીયર સિટીઝનને મળતુ કન્‍સેશન પુનઃ ચાલુ કરવા ગ્રેટર ચેમ્‍બર્સના વિનુભાઇ વસાણીની રજૂઆત

(જિતેન્‍દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા. ૬ : કોરોના કાળ પહેલા સીનિયર સિટીઝનને રેલ્‍વેમાં ડિસ્‍કાઉન્‍ટ આપવામાં આવતુ હતું.જે કેન્‍દ્ર સરકાર દ્વારા કોરોના સમય દરમિયાન બંધ કરાયુ હતુ. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોરોનાની પરીસ્‍થીતિ કાબુમાં હોય વહેલી તકે ડીસ્‍કાઉન્‍ટ ચાલુ કરવા ગોંડલ ગ્રેટર ચેમ્‍બર્સ ઑફ કોમર્સ દ્વારા ભારત સરકારના રેલ્‍વે મંત્રી અヘનિી વૈષ્‍ણવીને પત્ર લખી માંગ કરાઇ છે.

ગ્રેટર ચેમ્‍બસના વિનુભાઈ વસાણી એ રજુઆતમાં જણાવ્‍યુ કે વરિષ્ઠની વ્‍યાખ્‍યામાં આવતા સિટીઝનને નિવળતિ પેન્‍શન સાથે મર્યાદિત આવકમાં જીવવુ પડતુ હોય છે. મોટી વયને કારણે શરીર પણ સાથ આપતુ નથી. જીવનભર તેમણે સરકારને ટેક્ષ ભર્યો હોય છે.ત્‍યારે સરકારે વરિષ્ઠ લોકોને આદર આપવાને બદલે તેની લાચારીની મજાક ઉડાવતા હોય તેમ રેલ્‍વે મા મળતી ડીસ્‍કાઉન્‍ટ સુવિધા છીનવી લઇ હાલ કોરોનાના હોવા છતા ડીસ્‍કાઉન્‍ટ ચાલુ નહી કરી અન્‍યાય કર્યો છે. વહેલી તકે આ સુવિધા પુનઃચાલુ કરવા જણાવાયું છે.

(1:28 pm IST)