Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

વંડામાંથી સગીરાને ભગાડી જનાર એક વર્ષે પકડાયો

અમરેલી તા. ૬ : છેલ્લા એક વર્ષથી વંડા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુર.નં.૧૧૧૯૩૦૬૧ર૧૦ર૮૬/ર૦ર૧ આઇપીસી ક. ૩૬૩, ૩૬૬, ૩૭૬ (ર) (જે) (એન) તથા પોકસો એ. ક. ૪,૬,૧૭,૧૮ મુજબના ગુન્હાના ફરીયાદી હાલ આકોલડા ગામે રહેતા ચેતનાબેન બકુલભાઇ લોઢાણીયા રહે. આંકોલડા તા. સાવરકુંડલા વાળાની ૧૬ વર્ષની ૩ માસની દીકરીને ભગાડી લઇને ગુન્હો કરેલ હોય જે કામનો આરોપી સંદીપભાઇ ગોરધનભાઇ ધાખડા ઉ.ર૪ ધંધો મજુરી રહે. આંકોલડાને પકડી પાડવા માટે સાવરકુંડલા વીભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.જ.ે ચૌધરીએ સુચના આપેલ જે અન્વયે સી.પી.આઇ. ધારી કે.સી.રાઠવા કચેરીના એ.એસ.આઇ. ચંદ્રકાંતભાઇ બારોટ તથા હેડ કોન્સ. વીજયભાઇ વલ્લભભાઇ ડાભીનાઓએ બાતમી મેળવી વીસાવદર તાલુકાના સીમ વીસ્તારમાં રહેતો હોય નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી પાસેથી ટેલીફોનીક મજુરી મેળવી વીસાવદર તાલુકાના સીટ વિસ્તારમાં આવેલ વાડી વિસ્તારમાંથી મજકુર આરોપીને ભોગ બનનાર સાથે હસ્તગત કરી કાર્યવાહી કરવા તથા ગુન્હાના મુળ સુધી પહોંચવા તજવીજ કરેલ છે.(

(1:26 pm IST)