Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુજીનું એરફોર્સ સ્ટેશન ખાતે ભાવભર્યું સ્વાગત કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો : દ્વારકાધીશ ભગવાનના દર્શને

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.6 : દેશના ઉપ રાષ્ટ્રપતિ  વેંકૈયા નાયડુજી દ્વારકાધીશના મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા છે ત્યારે તેઓએ પોતાની યાત્રા દરમિયાન જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ટૂંકુ રોકાણ કર્યું હતું જ્યાં તેમને રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણમંત્રી  જીતુભાઈ વાઘાણી, મેયર મતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ  ધરમશીભાઈ ચનિયારા,  જ્વલંત ત્રિવેદી ચીફ પ્રોટોકોલ ઓફિસર, કલેકટર  ડૉ. સૌરભ પારઘી, એર કોમોડોર  આનંદ સોંધી, જિલ્લા પોલીસવડા  પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.તેઓ જામનગર થી હેલિકોપ્ટરમાં દ્વારકાધીશ ભગવાનના દર્શને ગયા હતા.

(તસવીર: કિંજલ કારસરીયા,જામનગર)

(11:54 am IST)