Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

માળીયામિંયાણા પોલીસે બગસરા ગામે જુગાર રમતા ૬ શખ્‍સોને ઝડપી લીધા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૬:  બગસરા ગામે સરાજાહેર તીનપતિનો જુગર રમતા ૬ જુગારીઓની માળિયામિંયાણા  પોલીસે ધરપકડ કરી છે

પ્રાપ્ત વિગતો અનુસાર બગસરા ગામે મળિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન મોરવાડીયા વાસમા ચામુંડમાંના મંદીર પાસે દિનેશ ભીમાભાઇ પીપળીયા, હિરા રવાભાઇ મોરવાડીયા, બેચર ઘોઘાભાઇ પીપળીયા, લાભુ સીવાભાઇ પીપળીયા, મુના પ્રભુભાઇ પીપળીયા અને અવચર નવઘણભાઇ પીપળીયાને જાહેરમાં  જુગાર રમતા પકડી પાડી રોકડ રકમ ૧૦,૪૦૦ અને ગંજીપતો કબ્‍જે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(12:04 pm IST)