Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

હળવદમાં ત્રણ સ્‍થળે વીજળી પડી : બે પશુઓનો ભોગ લેવાયો : એક ટ્રાન્‍સફોર્મરમાં ધડાકો

(દીપક જાની દ્વારા) હળવદ તા. ૬ : હળવદમાં ગઈકાલે સાંજે ગાજવીજ સાથે વરસાદ પડ્‍યો હતો અને બે સ્‍થળે વીજળી પડતા બે પશુઓનો ભોગ લેવાયો હતો. એક જગ્‍યાએ ટ્રાન્‍સફોર્મરના છોતરા કાઢી નાખ્‍યા હતા.

હળવદ પંથકમાં હાલ વરસાદની સાથે બે સ્‍થળે વીજળી ત્રાટકી હોવાના અહેવાલ મળ્‍યા છે. જેમાં હળવદ શહેર નાᅠ ઇંગરોળા રોડ પરના ઘનશ્‍યામભાઈ કણઝારિયાની વાડી એ વીજળી પડતા ત્‍યાં આવેલા ટીસીના ભુક્કા બોલાવી દીધા હતા.પરંતુ સદભાગ્‍યે જાનહાની થઈ ન હતી. જયારે હળવદના માથક ગામે વીજળી પડતા એક ગાય અને એક ભેંસનું મોત નીપજયું હતું.

આ ઉપરાંત હળવદ તાલુકાના ખોડ ગામે સીમ વિસ્‍તારમાં પણ આકાશી વીજળી ત્રાટકી હતી જો કે કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ ગ્રામજનો ડરી ગયા હતા અને કામ છોડી ગામમાં આવી ગયા હતા.

(12:03 pm IST)