Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

જુનાગઢ જીલ્લાના પાકિસ્તાનમાં કેદ માછીમારોની વહેલી તકે મુકિત માટે ગૃહમંત્રીનું આશ્વાસન

જુનાગઢ, તા. ૬ : ભારતીય જળસીમામાં ફીશીંગ કરતા સાગરખેડૂઓને૧૯૮૮થી  ફીશીંગ દરમ્યાન પાકિસ્તાન   સિકયુરીટી એજન્સી (PMSA) દ્વારા તેમની ફીશીંગ બોટો સહિત પકડતા રહયા છે. અત્યાર સુધી બંને દેશો દ્વારા મચ્છીમારોને વગર શરતે છોડી મૂકવામાં આવતા હતા.

પરંતુ ર૦૦૧ પછી પકડાયેલા મચ્છીમારભાઈઓને તેમની બોટ આપ્યા સિવાય વાઘા બોર્ડરથી મુકત કરવામાં આવે છે. વષ્ર્ા ર૦૧૪-મોદીજીએ પ્રથમ વખત શપથ ગ્રહણ કર્યા પછી પાકિસ્તાન સરકારના જે તે વખતના વડાપ્રધાનએ બોટોને રીપેરીંગ/સી-વર્ધીનેશ કરી છોડી મૂકવા આદેશો કર્યા હતા. પરંતુ ત્યારે પણ પ૭ બોટો જ મુકત થયેલ હતી. ત્યાર પછી મોદીજીની સરકારના પ્રયત્નો પછી ર૧૦૦ જેટલા સાગરખેડૂ ભાઈઓ પાકિસ્તાનની જેલમાંથી મુકત કરાવવામાં સફળ રહી છે.

પરંતુ છેલ્લા ૩વષ્ર્ાથી પાકિસ્તાનની જેલમાં સબડતા પપ૯ મચ્છીમારભાઈઓ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે રૂબરૂ તથા પત્રવ્યવહારથી રજૂઆતો કરી છે. તેમજ લોકસભામાં પણ વિષયને લઈને રજૂઆતો કરી છે. જેના સંદર્ભમાં વિદેશ મંત્રીએ પત્ર દ્વારા જણાવ્યુ પણ છે કે ઈસ્લામાબાદ ભારતીય હાઈકમીશન દ્વારા પાકિસ્તાન સતાવાળાઓ સાથે માચ્છીમારભાઈઓને મુકત કરાવવા સતત પ્રયત્ન કરી રહ્યું છે. તેમજ એમ પણ જણાવ્યું છે કે, ર૯પ ફીશરમેનોની ઓળખ વિધિ પૂર્ણ થયેલ છે. ૮૧ ફીશરમેનોની ઓળખ વિધિ પ્રગતિમાં છે. આમ ટૂંક સમયમાં જ ૩૭૬ જેટલા મચ્છીમારભાઈઓની ઓળખ વિધિ પૂર્ણ થઈ જશે. કુલ પપ૯ પૈકીના જે ર૯પ મચ્છીમાર ભાઈઓની ઓળખ વિધિ પૂર્ણ થયેલ છે તેમને સત્વરે મુકત કરવા પણ પાકિસ્તાન સરકાર પાસે આગ્રહ કરેલ છે.

ગૃહમંત્રી અમિતભાઈ શાહને જણાવ્યુ કે જુનાગઢ જિલ્લાનાં મોટાભાગના માછીમારભાઈઓ છેલ્લા ૩વષ્ર્ાથી પણ વધુ સમયથી પાકિસ્તાનની જેલમાં સબડે છે. તેમના પરિવારજનો બહેનો બાળકોને તેમની ચિંતામાં અહીં રીબાય છે.

અમિતભાઈ શાહએ આશ્વાસન આપ્યુ છે કે સઘન પ્રયત્નો કરી પાકિસ્તાનની જેલમાં સબડતા માછીમાર ભાઈઓને જેલમાંથી મુકત કરાવીશ.

(12:51 pm IST)