Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

પોરબંદર સોબર ગ્રુપના ચેરમેન સ્વ. દિલીપભાઇ ધામેચાના અસ્થિનું હરિદ્વારમાં વિસર્જન

ગ્રુપના ચેરમેનપદના કાર્યકાળ દરમિયાન સ્વ.દિલીપભાઇએ અત્યાર સુધીમાં ગંગાઘાટે ૩૯ વખત સામૂહિક અસ્થિ વિસર્જન કરાવેલ

પોરબંદર તા. ૬ સામાજિક જનજાગૃતિનું કમ કરતા સોબર ગ્રુપના ચેરમેન દિલીપભાઇ ધામેચાનું થોડા સમય પહેલા કોરાનાથી અવસાન થયંુ હતું. તેમણે સોબર ગ્રુપના ચેરમેન પદ દરમિયાન જિલ્લામાંથી હરીદ્વાર ગંગાઘાટે અત્યાર સુધી ૩૯ વખત વિનામુલ્યે સામુહિક  અસ્થિ વિસર્જન કરાવેલ હતું.

સોબર ગ્રુપના ચેરમેન અને જુદી જુદી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા દિલીપભાઇ ધામેચાનું કોરોનાથી નિધન થતા તેમના અસ્થી સાચવવામાં આવ્યા હતા. કારણ કે, તેઓ સોબર ગ્રુપના માધ્યમથી પોરબંદરમાં સ્મસાનભૂમિ ખાતે અત્યાર સુધીના ૩૯ વખત સામુહિક અસ્થી વિસર્જન માટે અસ્થી લઇને તેઓ તથા તેમની ટીમ હરિદ્વાર જતી હતી અને હવે તેમનું જ નિધન થત તેમના અસ્થી સહીત ૭ર અસ્થીને વિસર્જન કરવા માટે હરિદ્વાર ગંગાઘાટે (હરકીપેઢી) લઇ જવાયા હતા સોબર ગ્રુપ દ્વારા ૪૦ મી વખત આ અસ્થી વિસર્જનનુ આયોજન હાથ ધરાતા ભીખુભાઇ મહેતા, વિશાલ મહેતા, કુશ કકકડ, મિતેશ શેઠ, મેલુ શેઠ વગેરેની ટીમ અસ્થી વિસર્જન માટે હરિદ્વારા ગઇ હતી અને ૭ર અસ્થીઓનું સંપુર્ણ પણે શાસ્ત્રોકત વિધિ  વિધાન સાથે વિસર્જન કરાવ્યું હતું તેમના નિધન પછી પણ આ અસ્થી વિસર્જનની પ્રવૃતિ ચાલુ રહેશે તેમ ભીખુભાઇ મહેતાએ જણાવ્યું હતું અને દર ૩ થી ૪ મહીને અસ્થી વિસર્જન માટે હરિદ્વાર સોબર ગ્રુપની ટીમ જશે તેમ ઉમેર્યું હતું.

(12:49 pm IST)