Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ચોટીલા કોંગ્રેસ દ્વારા ખેડૂતો અને શહેરના વિવિધ પ્રશ્નોને લઈને પી. જી. વી . સી. એલને તાળા બંધી

કોંગ્રેસ દ્વારા ખેડૂત અગ્રણીઓને સાથે રાખી રાત્રે સિંગલફેજ પાવર, દિવસે રેગ્યુલર પાવર જેવા વિવિધ પ્રશ્નો લઈને રજૂઆત

ચોટીલા કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા આજ રોજ ધારાસભ્ય ઋત્વિક ભાઈ મકવાણા,સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી રૈયાભાઈ રાઠોડ, સુરેન્દ્રનગર જીલ્લા મહામંત્રી વનરાજભાઈ ચૌહાણ ,જીલ્લા પંચાયત સદસ્ય શ્રી વીરાભાઇ મેટાલિયા, ચોટીલા તાલુકા પ્રમુખ સોમભાઈ બાવળિયા, ચોટીલા શહેર પ્રમુખ છબીલભાઈ વાધેલા તાલુકા પંચાયત સદસ્ય હરેશભાઈ ઝાપડિયા,ખોડાભાઇ ખોરાણી, રાઘવભાઈ મેટાલિયા,ચોટીલા નગર પાલિકા પૂર્વ ઉપપ્રમુખ હરેશભાઈ ચૌહાણની આગેવાનીમાં ખેડૂત અગ્રણીઓને સાથે રાખી રાત્રે સિંગલફેજ પાવર, દિવસે રેગ્યુલર પાવર જેવા વિવિધ પ્રશ્નો લઈને રજૂઆત બાદ તાળા બંધી કરવામાં આવી.

(12:37 pm IST)