Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

શાપર-વેરાવળ પાસેથી દારૂનાં જથ્થા સાથે ર શખ્સોની ધરપકડ

(કમલેશ વસાણી દ્વારા) શાપર વેરાવળ તા. ૬: પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના અન્વયે તથા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ પી. એ. ઝાલા તથા સર્કલ પો. ઇન્સ. ની સુચનાથી શાપર (વે) પો. સ્ટે.ના પો.સબ ઇન્સ કે. એ. ગોહીના માર્ગદર્શન હેઠળ શાપર (વે) પો. સ્ટે.ના પો. હેડ કોન્સ. વી. સી. જાડેજા તથા પો. કોન્સ. યોગીરાજસિંહ જાડેજા તથા પો. કોન્સ. દુષ્યંતસિંહ રાણા તથા પો. કોન્સ. પીયુષભાઇ અઘેરા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન વેરાવળ શા. ગણેશનગર ડી.સી.એમ. બેરીંગ પાસે તા.કો.સા. પાસેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે શખ્સોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પોલીસ મયુર ગોવિંદભાઇ ગોહેલ જાતે અનુ. જાતી ઉ.વ. રપ ધંધો મજુરી રહે. વેરાવળ શા. ગણેશનગર ડી.સી.એમ. બેરીંગ પાસે તા.કો.સા. ધર્મેન્દ્રસિંહ મહીપતસિંહ ચુડાસમા જાતે દરબાર ઉ.વ. ૩ર ધંધો મજુરી રહે. શાંતીધામ સો.સા. જયશ્રી સ્કુલની બાજુમાંને કુલ મુદામાલ કિ. રૂ. રર,૩ર૦/- સાથે ઝડપી પાડેલ છે.

આ પો.સબ. ઇન્સ. કે. એ. ગોહીલ તથા પો. હેડ કોન્સ. વી. સી. જાડેજા તથા પો. કોન્સ. યોગીરાજસિંહ જાડેજા તથા પો. કોન્સ. દુષ્યંતસિંહ રાણા તથા પો. કોન્સ. પીયુષભાઇ અઘેરા એ કરી હતી.

(12:05 pm IST)