Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

કચ્છમાં આજે ફરી કોરોનાનો હાઈજમ્પ, વધુ ૨૭ દર્દીઓ સાથે કુલ કેસ 660

આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજર સહિત આજે ગાંધીધામમાં બ્લાસ્ટ ૧૦ કેસ, અંજારમાં વધુ ૬ અને ભુજમાં ૪ કેસ સાથે લોકોમાં ફફડાટ

ભુજ : કચ્છમાં સતત બીજા દિવસે કોરોનાએ ૨૭ કેસ સાથે હાઈજમ્પ માર્યો છે. બેકાબૂ બનેલા કોરોનાના ભરડામાં આવેલા દર્દીઓની કુલ સંખ્યા હવે ૬૬૦ ઉપર પહોંચી છે. આજે ગાંધીધામમાં ૧૦ કેસ નોંધાયા છે. જેમાં આદિપુરમાં રહેતા અને ભુજના કેરા ગામે આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજર તરીકે કાર્યરત અનિશ કમલ આસનાની કોરોનાથી સંક્રમિત થતાં બેંકના એનઆરઆઈ અને સ્થાનિક ગ્રાહકોમાં ફફડાટ મચ્યો છે. ભુજની પટેલ ચોવીસીના માધાપર, માનકુવા, સુખપર, સામત્રા પછી આજે કેરામાં કોરોનાનો કેસ નીકળ્યો છે. અત્યાર સુધીની કચ્છની આંકડાકીય માહિતી જોઈએ તો, એક્ટિવ કેસમાં ભારે વધારો થયો છે, અને સંખ્યા ૧૯૫ એ પહોંચતા હોસ્પિટલમાં બેડ અને અન્ય તબીબી સુવિધાઓ સંદર્ભે સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે. સાજા થયેલા દર્દીઓનો આંક ૪૩૪ થયો છે. જ્યારે મૃત્યુ પામનારની સંખ્યા ૩૧ અને કુલ કેસ ૬૬૦ છે.
 

(10:51 pm IST)